Rasoi King

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.

Home Made Best Food

Go to Blogger edit html and find these sentences. Now replace these sentences with your own descriptions.

Junk Food

Latest Scnerio All People Like JunkFood. Now replace these sentences with your own descriptions.

Mix Vegetables

Go to Blogger edit html and find these sentences. Now replace these sentences with your own descriptions.

Make Best And Healthy Food

Go to Blogger edit html and find these sentences. Now replace these sentences with your own descriptions.

Monday, July 7, 2014

ટિફિન માટે બેસ્ટ ઓપશન છે આ 10 પ્રકારની વાનગી

ટિફિન એ આપણા જીવનનો એક મોટો ભાગ છે. એમ તો નહીં કંઈ લંચ બોક્ષ જેવી ફિલ્મ બની ગઈ હોય! રોજ-રોજ ટિફિનમાં શું આપવું? આ પ્રશ્ન દરેક ગૃહિણીને થતો હોય છે. પાછું ટિફિનમાં રોજ-રોજ શાક-રોટલી પણ ન અપાય. એમાંય વળી ભૂલથી પણ રસાવાળું શાક આપ્યું અને બેગડી તો તો, કામ વધી જાય. તમારા આવા જ બધા પ્રશ્નોના જવાબ સ્વરૂપે આજે અમે એવી 10 વાનગીની રેસિપી લઈને આવીઆ છીએ, જે બનાવી તો સરળ જ છે. સાથે-સાથે બેગ પણ નહીં બગડે. અને હા સ્વાદિષ્ટ તો ખરી જ. એટલે ટિફિન લઈ જનારા સાંજે જ્યારે પાછા આવશે ત્યારે ચોક્કસથી તમારા વખાણ કરશે. બસ તો આજથી જ અમલમાં મૂકો આ ટિફિન મેનુ.
 


પનીરના પુડલા-
સામગ્રી- 
ખીરા માટે-
-500 ગ્રામ ચણાનો લોટ
-1 ટી સ્પૂન લાલ મરચું પાવડર
-2 ટી સ્પૂન જીરૂં પાવડર
-મીઠું સ્વાદાનુસાર
-પાણી જરૂર મુજબ

ફિલીંગ માટે-
-200 ગ્રામ પનીર છીણેલું
-5 ગ્રામ કોથમીર સમારેલી
-3 ટી સ્પૂન લીલાં મરચાં સમારેલાં

અન્ય સામગ્રી-
-તેલ જરૂર મુજબ

રીત-
સૌપ્રથમ ચણાના લોટમાં પાણી ઉમેરી થોડું જાડું ખીરૂં તૈયાર કરો. ત્યાર બાદ તેમાં બાકીની સામગ્રી નાખીને બરાબર મિક્ષ કરી લો. ખીરાને થોડીવાર ઢાંકીને મૂકી રાખો. હવે ફિલીંગ માટેની સામગ્રી બરાબર મિક્ષ કરી લો. ત્યાર બાદ એક નોન સ્ટિક પેન ગરમ કરો. તેના પર એક ચમચી જેટલું તેલ નાખીને ચારેબાજુ ફેલાવો. હવે તેના પર એક ચમચો ખીરૂં પાથરીને તેને થોડું જાડું ગોળાકાર પાથરો. હવે તેને એક બાજુએ લાઈટ ગોલ્ડન બ્રાઉન રંગની થાય એ રીતે પાથરો. હવે તેના પર એકાદ ચમચી જેવું ફિલીંગ સ્પ્રેડ કરો. ત્યાર બાદ બીજી બાજુ ફેરવીને ચઢવા દો. બીજી બાજુ પણ લાઈટ બ્રાઉન રંગનું ચઢી જાય એટલે ગરમા-ગરમ સર્વ કરો.
 
ગાજર-ટામેટાંનો પુલાવ-
 
સામગ્રી-
-1 1/2 કપ ચોખા
-2 નંગ ગાજર
-2 નંગ સમારેલાં ટામેટાં
-1 નંગ તમાલપત્ર
-1 નાનો ટુકડો તજ
-2 નંગ એલચા
-1 નાનો ટુકડો સમારેલું આદું
-7 થી 8 નાની ડુંગળી
-6 થી 7 પાન લીમડો
-2 ચમચી કિશમિશ
-1/2 ચમચી મરીનો પાઉડર
-1 કપ ટામેટાંની પ્યોરી
-1 ચમચી લીંબુનો રસ
-2 ચમચા સમારેલી કોથમીર
-મીઠું સ્વાદાનુસાર
 
રીત-
ચોખાને અડધા કલાક સુધી ત્રણ કપ પાણીમાં પલાળી રાખો. ત્યાર બાદ નિતારીને એક તરફ રહેવા દો. નોનસ્ટિક પેનને ગરમ કરી તેમાં તમાલપત્ર, તજ અને એલચાને કોરા જ શેકો. પછી તેમાં આદું, સમારેલી ડુંગળી, ટામેટાં, સમારેલાં ગાજર અને મીઠું નાખી બે-ત્રણ મિનિટ સુધી સાંતળો. ત્રણ કપ પાણી રેડીને હલાવો. તે ઊકળે એટલે તેમાં લીમડો, પલાળેલા ચોખા, કિશમિશ, મરી અને ટામેટાંની પ્યોરી ઉમેરી હળવે હળવે સતત હલાવતાં રહો. લીંબુનો રસ અને સમારેલી કોથમીર મિકસ કરો. ઢાંકીને આંચ ધીમી કરી પુલાવ તૈયાર થાય ત્યાં સુધી રહેવા દો.
 
મસાલા રવા ઈડલી-
સામગ્રી- 
-1 કપ રવો
-1/2 કપ ઘટ્ટ ખાટી છાશ
-1 ચમચો કાજુના ટુકડા
-2 ચમચા આદું-મરચાંની પેસ્ટ
-1/4 ચમચી સોડા 
-2 ચમચા તેલ
-1 ચમચી અડદ દાળ
-1/2 ચમચી રાઈ
-1 ચપટી હિંગ
-6 થી 8 લીમડાના પાન
-મીઠું સ્વાદાનુસાર 
 
રીત- 
સૌપ્રથમ રવાને શેકી ને છાશમાં બેથી ત્રણ કલાક માટે પલાળી લો. હવે રવાના ખીરામાં મીઠું અને આદું-મરચાંની પેસ્ટ નાખીને બરાબર મિક્ષ કરીને થોડીવાર માટે ઢાંકીને મૂકી રાખો. ત્યાર બાદ છેલ્લે ખાવાનો સોડા નાખીને બરાબર મિક્ષ કરીને ઈડલી ઉતારો. હવે તેલ ગરમ કરી વઘાર તૈયાર કરો. કાજુના ટુકડા સહેજ ગુલાબી રંગના તળી લો. કાજુના ટુકડા એકબાજુ પર મૂકો. હવે એ જ તેલમાં રાઈ ઉમેરો. રાઈ ફૂટે એટલે તેમાં હિંગ નાખીને અડધી મિનિટ સાંતળો. ત્યાર બાદ તેમાં અડદની દાળ અને મીઠો લીમડો નાખીને બરાબર સાંતળીને તેને ઈડલી પર નાખી દો. તૈયાર છે સરસ મજાની મસાલેદાર ઈડલી.
 
કાબુલી ચણા બિરયાની
સામગ્રી-
-1 કપ કાબુલી ચણા
-2 ચમચી ઘી
-1 ચમચી જીરૂ
-5 લવિંગ
-1 ઈંચ તજ
-1 કાળી ઈલાયચી
-2 કપ બાસમતી ચોખા
-1 ડુંગળી સમારેલી  
-1 ચમચી આદુ-લસણની પેસ્ટ
-1 કાપેલુ ટામેટુ
-2 ઝીણા કાપેલાલીલા મરચાં
-1/2 ચમચી લાલ મરચું
-1/2 ચમચી પુલાવ મસાલા
-મીઠુ સ્વાદાનુસાર
 
રીત-
આખી રાત કાબુલી ચણાને પલાળી રાખો. સવારે તેને પ્રેશર કુકરમાં નાખી 2 સીટી વગાડી લો. એક કઢાઈમાં ઘી ગરમ કરો. તેમા જીરું, લવિંગ, ઈલાયચી અને તજ નાખીને હલાવો. થોડીવાર પછી તેમા લીલા મરચાં અને ડુંગળી નાખીને 3-4 મિનિટ થવા દો. ત્યારબાદ આદુ-લસણની પેસ્ટ નાખો અને તેને પણ થોડીવાર સુધી હલાવો. પછી ટામેટા અને મીઠુ નાખીને ચાર-પાંચ મિનિટ થવા દો. ટામેટા મેશ થઈ જાય કે તેમા બાફેલા ચણા નાખી દો. હવે લાલ મરચું અને પુલાવ મસાલો નાખી 2-3 મિનિટ થવા દો. હવે તેમા ધોયેલા બાસમતી ચોખા અને ત્રણ કપ પાણી નાખીને ઢાંકી મુકો. 15 મિનિટ સુધી ધીમા તાપ પર પુલાવને બફાવા દો. તૈયાર છે તમારો ચણા પુલાવ. ઉપરથી સમારેલી કોથમીર ભભરાવી સર્વ કરો.
આલુ પરોઠા-
સામગ્રી-
-250 ગ્રામ બટાકા
-4 થી 5 લીલા મરચાં
-1/2 કપ સમારેલી કોથમીર
-1 ચમચી વરિયાળી
-1/2 ચમચી અજમો
-1 ચમચી ખાંડ
-1 લીંબુનો રસ
-મીઠું સ્વાદાનુસાર
-હળદર  

લોટ બાંધવા માટે- 
-2 કપ ઘઉંનો લોટ
-મીઠું સ્વાદાનુસાર
-તેલ મોણ માટે
-પાણી જરૂર મુજબ
 
રીત- 
સૌપ્રથમ બટાકાને બાફીને છોલી લો. ચમચીથી મસળીને તેમા સમારેલા લીલા મરચા, વરિયાળી, અજમો, ખાંડ, લીંબુનો રસ, કોથમીર અને સ્વાદ મુજબ મીઠુ તેમજ હળદર નાખીને મસળી લો. હવે ઘઉંના લોટમાં મીઠુ નાખીને લોટ બાંધી લો. એક લોઈ બનાવી નાની પૂરી વણો. તેમાં બટાકાનો તૈયાર મસાલો થોડો ભરીને દબાવી દો. હવે તેને હલકા હાથે રોટલી જેટલો વણી લો. જેટલો મસાલો વધુ ભરશો તેટલો સ્વાદ સારો લાગશે. આ પરાઠાને ગરમ તવા પર નાખો અને તેલ અથવા ઘી વડે બદામી રંગના શેકી લો. આ રીતે બધા આલૂના પરાઠાં બનાવી લો. આ પરાઠાંને સોસ કે લીલી ચટણી સાથે સર્વ કરો.

ઉપમા-

સામગ્રી-
-1 નંગ ગાજર
-1 કપ વટાણા
-1 નંગ ટામેટા
-1 નંગ ડુંગળી
-3 થી 4 લીલા મરચા
-2 કપ રવો
-1/2 ટી સ્પૂન અડદની દાળ
-1/2 ટી સ્પૂન રાઈ
-1/2 ટી સ્પૂન જીરું
-1/2 ટી સ્પૂન હિંગ
-1/2 કપ છાશ
-1/2 કપ પાણી
-ઘી જરૂર મુજબ
-મીઠું સ્વાદાનુસાર
 
રીત-
સૌપ્રથમ યોગ્ય વાસાણમાં થોડું ઘી લઇને હલકી આંચે ગરમ કરો. તેમાં રાઈને જીરું ઉમેરો. ત્યાર બાદ તેમાં ડુંગળીના જીણા ટુકડા સાંતળો. જેવો ડુંગળીનો રંગ હલકો સોનેરી થાય કે તેમાં લીલા મરચાના ટુકડા અને અડદ દાળ ઉમેરો. ત્યાર બાદ તેમાં ગાજરને વટાણા નાખીને મિશ્રણને બરાબરથી હલાવોને થોડી વાર ચઢવા દો. ત્યાર બાદ તેમાં શેકેલો રવો નાખવો. તેમાં પાણી અને છાશ ઉમેરો. રવાને પાણીનું પ્રમાણ એક જેમ બેનું રાખવું. ત્યાર બાદ તેમાં સ્વાદાનુસાર મીઠું ઉમેરો. એક મહત્વનો મુદ્દો યાદ રાખવો કે રવામાં પાણી નાખ્યા બાદ આખા મિશ્રણને હલાવતું રહો. નહિતર રવામાં ગટ્ટા થઇ જશે. બસ થોડી વારમાં રવો બધું પાણી શોષી લેશે. લ્યો તૈયાર છે ગરમા-ગરમ ઉપમા.

 

બ્રેડ મિની પિઝા-
સામગ્રી-
-6 સ્લાઈસ બ્રેડ
-1 ટેબલ સ્પૂન ચણા અંકુરિત
-1 ટેબલ સ્પૂન બ્રેડ ક્રમ્સ
-1/2 ટી સ્પૂન ચાટ મસાલો
-1 ટેબલ સ્પૂન રવો
-1 ટેબલ સ્પૂન મકાઈનો લોટ
-1 ક્યુબ ચીઝ
-50 ગ્રામ પનીર
-ગાજર
-લીલી ડુંગળીના પાન
-કોબી
-કેપ્સિકમ
-મોટી સરસો
-મીઠો લીમડો
-કોથમીર
-મીઠું સ્વાદાનુસાર
-ટોમેટો કેચપ
 
રીત -
બ્રેડની કિનારો કાપીને દહીંમાં પલાળી દો. પછી તેમા રવો, મકાઈનો લોટ અને મીઠું નાખીને પંદર મિનિટ રહેવા દો. ત્યારબાદ બધી શાકભાજીઓ ઝીણી સમારીને મિક્સ કરો. મસાલા નાખી દો. પછી તેમા બ્રેડ ક્રમ્સ અને સોડા નાખીને મિક્સ કરો. એક મોલ્ડમાં ચિકાશ લગાવીને મિશ્રણ નાખો. ઉપરથી અંકુરિત ચણા, પનીર અને નારિયળનુ છીણ ભભરાવી દો. ચીઝ ગ્રેટ કરીને નાખો. પહેલાથી જ ગરમ ઓવનમાં 150 સે. પર પચ્ચીસથી ત્રીસ મિનિટ બેક કરો. બ્રાઉન શેકાવા દો. બ્રાઉન થતા સુધી વઘાર તૈયાર કરો અને પિઝા પર નાખો. સોસ અને લીલી ચટણી લગાવીને ગરમા-ગરમ બ્રેડ પિઝા સર્વ કરો.

કાંદા બટાટા પૌંઆ-

 
સામગ્રી-
-2 કપ પૌંઆ
-1/4 ટી સ્પૂન હળદર
-2 નંગ લીલા મરચાં
-2 ટેબલ સ્પૂન સિંગદાણા
-1 મધ્યમ કદનું બટાટું(ઝીણું સમારેલું)
-1 મધ્યમ કદની ડુંગળી(ઝીણી સમારેલી)
-3/4 ટી સ્પૂન રાઈ
-3/4 ટી સ્પૂન જીરૂં
-8 થી 9 લીમડાના પાન
-2 થી 3 ટેબલ સ્પૂન નારિયેળ
-1 ટેબલ સ્પૂન કોથમીર
-2 થી 3 ટેબલ સ્પૂન તેલ
-ખાંડ જરૂર પ્રમાણે
-મીઠું સ્વાદાનુસાર  
   
રીત-
સૌપ્રથમ પૌંઆને ધોઈને સાફ કરીને નીતરવા મૂકી દો. ત્યાર બાદ પૌંઆમાંથી પાણી નીતરી જાય એટલે તેમાં મીઠું, હળદર અને ખાંડ નાખો. ધીમે રહીને બધું બરાબર મિક્ષ કરી લો. ત્યાર બાદ એક પેન ગરમ કરો. તેમાં સિંગદાણાને શેકી લો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરો. તેમાં બટાટા નાખીને ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી સાંતળો. કાઢીને એક બાજુ મૂકી દો. હવે ફરી કડાઈમાં તેલ ગરમ કરો. તેમાં રાઈ નાખો. રાઈ તતડે એટલે તેમાં જીરૂં નાખો. હવે તેમાં ડુંગળી નાખીને બરાબર સાંતળો. ડુંગળી આછા ગુલાબી રંગની થાય ત્યાં સુધી હલાવતા રહો. હવે તેમાં લીમડાંના પાન, લીલા મરચાં અને મગફળીનો ભૂકો નાખીને બરાબર મિક્ષ કરો. લગભગ એકાદ મિનિટ બરાબર હલાવ્યા બાદ તેમાં બટાટા અને પૌંઆ નાખીને ફરીથી બરાબર હલાવો. પૌંઆને લગભગ ત્રણેક મિનિટ સુધી હલાવ્યા બાદ તેમાં મીઠું અને ખાંડ નાખીને ફરીથી બરાબર મિક્ષ કરો. ગેસ બંધ કરીને કોથમીર નાખીને સર્વ કરો.

 
પનીર રેપ-
 
સામગ્રી-
રેપ માટે-
-1/2  કપ ઘંઉનો લોટ
-1 ટી સ્પૂન તેલ
-મીઠું સ્વાદાનુસાર
 
સ્ટફિંગ માટે-
-1 કપ સમારેલું ફ્લાવર
-1/2 કપ છીણેલું પનીર
-3 નંગ લીલાં મરચાં સમારેલાં
-2 ટેબલ સ્પૂન કોથમીર સમારેલી
-2 ટી સ્પૂન તેલ
-મીઠું સ્વાદાનુસાર
 
રીત-
સૌપ્રથમ આપણે રેપ બનાવી લઈશુ. તેના માટે ઘઉંના લોટમાં મીઠું અને તેલ નાખીને નરમ કણક બાંધી લો. ત્યાર બાદ તેને અડધો કલાક માટે ઢાંકીને મૂકી રાખો. હવે તેમાંથી પાંચ જેટલી રોટી તૈયાર કરી લો. સ્ટફિંગ માટે એક કડાઈમાં તેલ ગરમ કરો. તેમાં લીલાં મરચાં અને ફ્લાવર નાખીને સાંતળો. ફ્લાવર ચઢી જાય ત્યાં સુધી તેને સાંતળતા રહો. હવે તેમાં પનીર, કોથમીર અને મીઠું નાખીને બરાબર ચઢવી લો. આ સ્ટિફિંગમાંથી પણ પાંચ સરખા ભાગ કરીને સાઈડ પર મૂકો. હવે એક ચોખ્ખી સપાટી પર રોટીને મૂકો. તેના પર તૈયાર કરેલું સ્ટફિંગ મૂકો. તેને બરાબર રોલ કરીને ટિસ્યુ પેપરમાં રેપ કરીને સર્વ કરો.

માણો 5 પ્રકારની ચટાકેદાર-મસાલેદાર 'ગ્રીલ સેન્ડવિચ'નો સ્વાદ!

આજે અમે તમારી માટે લઈને આવીઆ છીએ 5 પ્રકારની ટેસ્ટી ગ્રીલ સેન્ડવિચની રેસિપી. બાળકો અને યુવાનો બંન્નેને નાસ્તામાં સેન્ડવિચ ભાવતી હોય છે. બનાવવામાં સહેલી અને બહુ ઓછા સમયમાં તૈયાર પણ થઈ જાય છે. વધુમાં તેમાં આવતાં લીલાં શાકભાજીના કારણે પૌષ્ટિક પણ છે. પરંતુ આખો દિવસ વેજ સેન્ડવિચ કે આલુમટર સેન્ડવિચથી બાળકો કંટાળી જાય છે, તેથી તેમાં પણ વિવિધતા મળે તો નાના-મોટા બધા ખુશ થઈ જાય છે. એટલે જ આજે અમે તમારા માટે 5 જાતની વિવિધ સેન્ડવિચની રેસિપી લાવ્યા છીએ, જે મળતાં જ ઘરમાં ખુશ થશે બાળકો અને મોટેરાં સૌ. તો આજે જ ટ્રાય કરજો તમે પણ આ મસાલેદાર-ચટાકેદાર ગ્રીલ સેન્ડવિચને તમારા રસોડે.



આલુ-છોલે સેન્ડવિચ-
સામગ્રી- 
-1 મોટી સેન્ડવીચ બ્રેડ
-1/2 કપ કાબુલી (છોલે) ચણા
-1 મોટો બાફેલો બટાકો
-2 ડુંગળી ઝીણી સમારેલી
-2 ઝીણા સમારેલા ટામેટાં
-2 ઝીણા સમારેલા લીલા મરચાં
-1 ટી સ્પૂન છીણેલું આદું
-2 ટેબલ સ્પૂન તેલ
-2 ટેબલ સ્પૂન બટર
-11/2 ટેબલ સ્પૂન છોલે મસાલો
-1/8 ટી સ્પૂન હળદર
-મીઠું સ્વાદાનુસાર

રીત-
સૌપ્રથમ કાબુલી ચણાને આઠથી દસ કલાક પલાળવા. કૂકરમાં પલાળેલા ચણા સાથે મીઠું, હળદર, અડધી માત્રા ડુંગળીની લઇ જરૂર પૂરતું પાણી રેડી 6 વ્હીસલે ચણા બાફવા. બફાયેલા ચણાનું વધારાનું પાણી નીતારી અલગ રાખવું. ચણા સ્મેશ કરી તેમાં બટાકાનો માવો ઉમેરવો. નોન-સ્ટીક કડાઇમાં તેલ આકરા તાપે ગરમ કરી બાકી રહેલા કાંદા ઉમેરી સાંતળવા. લીલાં મરચાં અને ટામેટાં ઉમેરવા. ચણાનું નીતારેલું પાણી એકાદ ટે.સ્પૂન જેટલું નાંખી ટામેટાં થવા દેવા. તૈયાર થયેલ ગ્રેવીમાં આલુ-છોલે, તેનો મસાલો, સ્વાદ મુજબ મીઠું અને છીણેલું આદું ઉમેરી બરાબર હલાવી લેવું. વધારાનું પાણી બળી જાય અને મસાલા સાથે છોલેનું મિશ્રણ એકરસ થાય એટલે ગેસ ઉપરથી ઉતારી લેવું. મોટા કપ અથવા વાડકીથી બ્રેડ સ્લાઇસીઝ ગોળ કાપવી. દરેક સ્લાઇસ ઉપર બટર ચોપડવું. તૈયાર કરેલ આલુ-છોલેનું સ્ટફિંગ બે સ્લાઇસીઝ વચ્ચે પાથરવું. સેન્ડવીચ ટોસ્ટરમાં બટર લગાડી સેન્ડવીચ ટોસ્ટ કરવી. ટોમેટો કેચપ સાથે ગરમ ગરમ સર્વ કરવી.



ગ્રીલ ચીઝ સેન્ડવિચ-
સામગ્રી-
-8 નંગ બ્રેડની સ્લાઈસ
-1 કપ ખમણેલ ચીઝ
-8 થી 10 ચમચી ટોમેટો સોસ
રીત-
સૌપ્રથમ બ્રેડની સ્લાઈસ કરી તેની કિનારી દૂર કરવી. ત્યાર બાદ તેમાં ખમણેલ ચીઝ સ્પ્રેડ કરવું અને ટોમેટો સોસ લગાવો અને ટોસ્ટરમાં અથવા ઓવનમાં સેન્ડવીચ બે મિનિટ માટે ગ્રીલ કરવી. ગરમ-ગરમ ગ્રીલ ચીઝ સેન્ડવીચની મજા માણો.



ક્લબ સેન્ડવિચ-

સામગ્રી-
-2 પેકેટ સેન્ડવિચ બ્રેડ
-250 ગ્રામ માખણ
સોસ માટે-
-250 ગ્રામ ટોમેટો પલ્પ
-7 કળી લસણ
-1 ટી સ્પૂન ખાંડ
-1 ટી સ્પૂન લાલ મરચું પાવડર
-મીઠું સ્વાદાનુસાર
પૂરણ માટે-
-250 ગ્રામ તુવેરના લીલવા
-250 ગ્રામ બટાકા
-4 નંગ લીલા મરચાં
-1 કટકો આદું
-1 નાની ઝૂડી કોથમીર
-2 ટેબલ સ્પૂન નારિયેળનું ખમણ
-1 ટી સ્પૂન તલ
-1 ટી સ્પૂન લવિંગનો ભૂકો
-1 ટી સ્પૂન મરીનો ભૂકો
-1 ટી સ્પૂન જીરૂંનો ભૂકો
-1 ટી સ્પૂન તજ પાવડર
-1 નંગ લીંબુ
-મીઠું સ્વાદાનુસાર
-ખાંડ
-તેલ
-હીંગ
ગાર્નીશિંગ માટે-
-1 કિલો દહીં
-2 નંગ કેપ્સિકમ
-અખરોટના ટુકડા
-ખાંડ
રીત-
સૌપ્રથમ ટામેટાંના પલ્પમાં મીઠું, લાલ મરચું, ખાંડ નાખી ગરમ કરવું. તેમાં વાટેલું લસણ નાખી સોસ તૈયાર કરવો. ત્યાર બાદ તુવેરના લીલવા(સિઝન ન હોય તો તમે લીલા વટાણા પણ લઈ શકો છો)ને વાટી લેવા. બાટેકાને બાફી લેવા. માવો બનાવવો. હવે એક નોન સ્ટિક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાંથી હીંગ નાખીને પાંચથી સાત સેકન્ડ માટે સાંતળીને તેમાં વટાણાનો ભૂકો વગારવો. તેમાં મીઠું નાખીને ધીમા તાપે ચઢવા દેવો. વટાણાં ચઢી જાય એટલે તેમાં બટાકાનો માવો, આદું-મરચાંની પેસ્ટ, તલ, નારિયેળનું ખમણ, ખાંડ અને તજ-લવિંગ-મરી-જીરૂંનો ભૂકો નાખીને બરાબર મિક્ષ કરી લેવુ. છેલ્લે બધો જ મસાલો અકરસ થઈ જાય એટલે તેમાં લીંબુનો રસ અને કોથમીર નાખીને બરાબર મસળીને પૂરણ તૈયાર કરી લો. ગાર્નિશીંગ માટેની સામગ્રીમાં જે દહીં છે તેને એક કપડામાં બાંધી દેવુ. બધું પાણી નીતરીને મસ્કો તૈયાર થઈ જાય એટલે કપડામાંથી કાઢીને તેમાં મીઠું અને ખાંડ નાખી, વલોવી, મસ્કો તૈયાર કરવો. કેપ્સિકમને બારીક કતરણ કરી લેવી. અખરોટના પણ બારીક ટુકડા કરી લેવા. હવે બ્રેડની એક સ્લાઈસ લઈ તેના પર ટામેટાનો સોસ લગાડવો. તેના પર લીલવા-બટકાનો માવો મૂકવો. પછી તેના પર બ્રેડની બીજી સ્લાઈસ મૂકવી. તેના પર તૈયાર કરેલી ચટણી લગાડવી. તેના પર ફરીથી એક બ્રેડની સ્લાઈસ મૂકવી. હાથથી બરાબર ત્રણ સ્લાઈસ ભેગી દબાવી દેવી. જેથી મસાલો ચોંટી જાય, પછી તવા પર માખણ લગાવી, સેન્ડવિચને બંન્ને બાજુથી ગ્રીલ કરી લેવી. ગરમા-ગરમ સેન્ડવિચને તીખી અને ગળી ચટણી સાથે સર્વ કરો.


પાલક પનીર ગ્રીલ સેન્ડવિચ-
સામગ્રી-
-8 નંગ બ્રેડ સ્લાઈસ
-400 ગ્રામ પાલક ઝીણી સમારેલી
-2 ટેબલ સ્પૂન માખણ
-100 ગ્રામ પનીર
-1 ટેબલ સ્પૂન મકાઈના દાણા
-1/2 નાની ચમચી મીઠું
-1/4 નાની ચમચી મરીનો પાઉડર અથવા સફેદ મરચાનો પાઉડર
-1 નાની ચમચી શેકેલા જીરાનો પાઉડર
-2 નાની ચમચી લીંબુનો રસ
રીત-
સૌપ્રથમ પાલકના પાનને પાણીમાં ડૂબાડી દેવા અને બે વખત પાણીથી સારી રીતે ધોઈને સાફ કરવા. ધોયેલા પાનને ચારણીમાં અથવા થાળીમાં રાખી અને વાસણને ઊભું ત્રાંસુ ગોઠવવું, જેથી પાલકમાં રહેલ વધારાનું પાણી બહાર નીકળી જાય. હવે આ પાલકના પાનને બારીક સમારી લેવા. એક કડાઈમાં ૨ નાની ચમચી માખણ નાંખી ગરમ કરવું. માખણમાં સમારેલી પાલકના પાન, સ્વીટ કોર્ન, મીઠું અને કાળા મરીનો પાઉડર નાંખી અને મિક્સ કરવો. પાલકના પાનને ઢાંકી અને ૨-મિનિટ ચઢવા દેવા. ઢાંકણું ખોલી અને પાલકમાંથી નીકળેલું પાણી પૂરું બળી ના જાય ત્યાં સુધી પાલકને ચઢવા દેવી. ત્યાર બાદ, આ પાલકના શાકમાં પનીરને છીણીને નાખવું. ત્યાર બાદ, શેકેલું જીરૂ અને લીંબુનો રસ નાંખી દેવો. અને બધીજ વસ્તુને સારી રીતે મિક્સ કરવી. બસ સેન્ડવીચનું મિશ્રણ તૈયાર છે. આ મિશ્રણના એક સરખા ૪ ભાગમાં વહેંચી દેવું. હવે બે બ્રેડની સ્લાઈઝ લેવી તેની અંદરના ભાગમાં આછું માખણ લગાવું. એક બ્રેડમાં જ્યાં માખણ લગાડેલ છે તેની ઉપર મિશ્રણનો એક ભાગ મૂકીને મિશ્રણને બ્રેડ ઉપર એક સરખું ફેલાવી દેવું. ત્યાર બાદ, બીજી માખણ લગાડેલ બ્રેડને તેની ઉપર ઢાંકી અને હાથેથી થોડું દબાવી પેક કરવી. આજ રીતે બીજી સેન્ડવીચ પણ તૈયાર કરવી. સેન્ડવીચ ટોસ્ટરમાં સેન્ડવીચ રાખી અને ગ્રીલ કરવા મૂકવી. ૩-૪ મિનિટમાં લગભગ સેન્ડવીચ ગ્રીલ થઇ જશે. સેન્ડવીચ બહાર કાઢી અને પ્લેટમાં ગોઠવવી. આજ રીતે બીજી સેન્ડવીચ, સેન્ડવીચ ટોસ્ટરમાં રાખી, ગ્રીલ કરી કાઢી લેવી અને પ્લેટમાં ગોઠવવી. પાલક પનીર સેન્ડવીચ તૈયાર છે. ગરમા ગરમ પાલક પનીર સેન્ડવીચ લીલી કોથમીરની ચટણી, અને ટામેટા કેચપ સાથે પીરસવી.





પીઝા સેન્ડવિચ-

સામગ્રી- 
-6 નંગ સેન્ડવીચ બ્રેડ
-3 ટેબલ સ્પૂન પીઝા સોસ
-2 ક્યુબ ચીઝ
-100 ગ્રામ પનીર
-100 ગ્રામ ડુંગળી
-100 ગ્રામ કેપ્સીકમ
-100 ગ્રામ ટામેટા
-2 ટી સ્પૂન મરી પાવડર
-1 ટી સ્પૂન ચીલી ફ્લેક્સ
-1 ટી સ્પૂન ઓરેગાનો
-1 ટી સ્પૂન તેલ
-બટર જરૂર પ્રમાણે
-મીઠું સ્વાદાનુસાર
રીત-
સૌપ્રથમ ડુંગળી, પનીર અને કેપ્સીકમના નાના-નાના ટુકડા કરી લો. ડુંગળી, કેપ્સીકમ અને પનીરને એક બાઉલમાં લઇ તેમાં મીઠું પોણી ચમચી મરી પાવડર અને પોણી ચમચી તેલ નાખી ૧૦ મિનીટ માટે મેરીનેટ કરો. આવી જ રીતે ટામેટાના પણ નાના ટુકડા કરી તેને અલગ બાઉલમાં મૂકી તેમાં પા ચમચી તેલ, પોણી ચમચી મરી પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી તેને પણ ૧૦ મિનીટ માટે મેરીનેટ કરો. હવે એક નોન સ્ટીક પેનમાં ડુંગળી, પનીર અને કેપ્સીકમ નાખી શેકી લો. બે મિનીટ પછી ટામેટા નાખો. ટામેટા નાખીને તરત જ ગેસ બંધ કરી લો. જેથી ટામેટા પોચા ન પડી જાય. સૌપ્રથમ ૩ સ્લાઈસ બ્રેડ લઇ તેની બંને બાજુ બટર લગાવી લો. હવે એક સ્લાઈસ પર પીઝા સોસ લગાવી તેની પર એક ક્યુબ ચીઝ છીણી લો. ત્યાર બાદ તેના પર બીજી સ્લાઈસ બ્રેડ મૂકી દો. હવે તેના પર મેરિનેટ કરી અને શેકેલા પનીર, કેપ્સીકમ, ડુંગળી અને કેપ્સીકમ મૂકી ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ભભરાવી તેની પર ત્રીજી સ્લાઈસ બ્રેડની મૂકી દો. આવી જ રીતે બીજી સેન્ડવીચ તૈયાર કરી દો. તૈયાર સેન્ડવીચને ગ્રીલરમાં મૂકી ગ્રીલ કરી લો. ગ્રીલ થઇ જાય એટલે બહાર કાઢી કટ કરી સોફ્ટ ડ્રીંક સાથે સર્વ કરવું.

Friday, March 14, 2014

વર્કિંગ વુમનને ખુશ કરી દેશે ઝટપટ નાસ્તાની રેસિપી

વર્કિંગ વુમનને ખુશ કરી દેશે 7+1 ઝટપટ નાસ્તાની રેસિપી

સવારના નાસ્તામાં ગરમા-ગરમ મળી જાયતો મોજ પડી જાય, માત્ર સવાર જ નહીં, આખો દિવસ સુધરી જાય, પરંતુ સવારના નાસ્તામાં બનાવવું શું એ સૌથી મોટો પ્રશ્ન છે.

વળી પાછો સવારે સમયનો પણ અભાવ હોય, એટલે નાસ્તો પણ એવો હોવો જોઇએ, જે 15-20 મિનિટમાં બની જાય અને મોજ પણા પડી જાય.

આજે અમે સવારના ઝટપટ નાસ્તા માટે સાત દિવસની સાત અને એક એક્સ્ટ્રાની રેસિપી આપી છે, જે સોલ્વ કરી દેશે બધી જ ગૃહિણીઓના નાસ્તા પ્રશ્ન.

૧. ચટપટી ભેળ:

* સામગ્રી:
- ૬ નંગ બ્રેડ
- ૩ ટમેટા બારીક સમારેલા
- ૨ સમારેલી ડુંગળી
- ૧ ચમચી આદુ મરચા
- ૧ ચમચો સમારેલી કોથમીર
- ૩ ચમચી ઘી / માખણ
- ૨ ચમચા મોળુ દહીં
- ૧ ચમચો ચીઝ છીણેલું
- ૧ મોટુ કેપ્સિકમ બારીક સમારેલું
- મીઠું મરી સ્વાદ પ્રમાણે

* રીતઃ
બ્રેડના નાના ચોરસ ટુકડા કરી લો, ડુંગળીને છીણી નાખો અને ઘી અથવા માખણમાં સાંતળી લો. સહેજ ગુલાબી રંગના થાય પછી તેમાં કેપ્સિકમના પીસ ઉમેરો, ૫ ૭ સેકંડ પછી ટમેટાનાં ટુકડા ઉમેરો અને બે મિનિટ સાંતળો. ત્યારબાદ તેમાં બ્રેડના ટુકડા નાખી દહીં, મીઠું, મરી નાખો. સ્વાદ પ્રમાણે ખાંડ અને લીંબુનો રસ નાખી શકાય. બે મિનિટ પછી કોથમીર નાખીને નીચે ઉતારો. ઉપર ચીઝનું છીણ નાખીને તરત જ સર્વ કરો. આમાં નવીનતા લાવવા માટે તળેલા નુડલ્સ પણ ઉપરથી ઉમેરી શકાય.
 
૨. આલુ-મટર પરાઠા:

* સામગ્રી:
- 250 ગ્રામ બાફેલા બટાકા
- 100 ગ્રામ બાફેલા વટાણા
- 1 કપ ઘઉંનો લોટ
- 1/4 કપ મેદોં
- 5-6 લીલા મરચા
- આદુનો ટુકડો
- થોડા આખા ધાણા
- થોડી કાચી વળીયાળી
- 1 ટીસ્પૂન ધાણાજીરુ
- 1 ટીસ્પૂન હળદર
- 1 ટીસ્પૂન ખાંડ
- 1 આખું લીંબુ
- મીઠું સ્વાદ અનુસાર
- કોથમીર થોડી
- 1 કપ ઘરનું માખણ

* રીત:
સૌ પહેલાં બાફેલા બટાકા અને વટાણાને મિક્સ કરી બરાબર મેશ કરી લો. તેની અંદર બધો જ મસાલો કરો આદુ-મરચાં ક્રશ કરી ઉમેરો, હળદર અને આખા ધાણા અધકચરાં ક્રશ કરી ઉમેરો. આ મસાલાના નાના નાના લુઆ પાડી લો. લોટની કણક બાંધો આ લોટ થોડો ઢીલો રાખજો. હવે આ લોટમાં મસાલાનો લુઓ મુકી વ્યવસ્થિત વણી લો. આ પરાઠાને માખણ કે ઘીમાં શેલો ફ્રાય કરો
પરાઠાને બટર અને ગ્રિન ચટની સાથે ગરમ ગરમ સર્વ કરો.
 
૩. બ્રેડ ઉપમા

* સામગ્રી:
- ૬ સ્લાઈસ બ્રેડ
- ૧૦ પાન મીઠો લીમડો
- ૨ ટેબ.સ્પૂન તે
- ૧/૪ ટી.સ્પૂન રાઈ
- ૧/૨ ટી.સ્પૂન અડદ ની દાળ
- ૧ ટી.સ્પૂન કાજુ ટુકડા
- ૧ કપ દહીં
- ૩ થી ૪ નંગ લીલા મરચા ક્રશ કરેલા
- સ્વાદ પ્રમાણે મીઠું
- ૧ નંગ ડુંગળી ઝીણી સમારેલી

* ગાર્નીશિંગ માટે:

- ઝીણી સમારેલી કોથમીર

* સર્વ કરવા માટે:
- નાળીયેરની ચટણી

* રીત:
સૌ પ્રથમ બ્રેડ ની કિનારી કાપી લઇ તેના નાના નાના ટુકડા કરી વલોવેલા દહીં માં પલાળી દેવા.બ્રેડ સોફ્ટ થાય ત્યાં સુધી પલાળવા દેવું. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં લીમડો,અડદની દાળ,કાજુ ટુકડા અને લીલા મરચા નાખી સાંતળી લો. હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખી સાંતળી લો.ત્યાર બાદ તેમાં દહીં માં પલાળેલી બ્રેડ નાખી હલાવી લેવું. ગરમ ગરમ ઉપમાને ઝીણી સમારેલી કોથમીર અને તળેલા કાજુ વડે ગાર્નીશ કરી નાળીયેર ની ચટણી સાથે સર્વ કરવું.

* ચટણી બનાવવા માટેની સામગ્રી:
- ૧/૨ કપ સમારેલું લીલું નાળીયેર
- ૨ નંગ લીલા મરચા
- કટકો આદુ
- ૧/૪ કપ દાળિયા
- સ્વાદ પ્રમાંણે મીઠું
- ૧/૪ કપ સમારેલી કોથમીર

* વઘાર માટે:
- ૧/૪ ટી.સ્પૂન તેલ
- ૧/૮ ટી.સ્પૂન રાઈ
- ૧/૮ ટી.સ્પૂન અડદની દાળ
- ૪ થી ૫ પત્તા લીમડાના

* ચટણી બનાવવા માટેની રીત:
ચટણી ની બધી સામગ્રી ભેગી કરી વાટી લો.ત્યારબાદ તેની પર રાઈ,અડદ ની દાળ અને લીમડા નો વઘાર કરો.

 
૪. પાલક પનીર સેન્ડવીચ

* સામગ્રી:
- ૮ નંગ બ્રેડ સ્લાઈઝ
- ૪૦૦ ગ્રામ પાલક, ઝીણી સમારી લેવી
- ૨ ટે.સ્પૂન માખણ
- ૧૦૦ ગ્રામ પનીર
- ૧ ટે.સ્પૂન મકાઈના દાણા  
- ૧/૨ નાની ચમચી મીઠું
- ૧/૪ નાની ચમચી મરીનો પાઉડર અથવા સફેદ મરચાનો પાઉડર
- ૧ નાની ચમચી શેકેલા જીરાનો પાઉડર
- ૨ નાની ચમચી લીંબુનો રસ

* રીત :
પાલકના પાનમાંથી ડાંડી હટાવી લેવી અને પાનને પાણીમાં ડૂબાડી દેવા અને (૨) બે વખત પાણીથી સારી રીતે ધોઈને સાફ કરવા. ધોયેલા પાનને ચારણીમાં અથવા થાળીમાં રાખી અને વાસણને ઊભું ત્રાંસુ ગોઠવવું, જેથી પાલકમાં રહેલ વધારાનું પાણી બહાર નીકળી જાય.

હવે આ પાલકના પાનને બારીક સમારી લેવા.

એક કડાઈમાં ૨ નાની ચમચી માખણ નાંખી ગરમ કરવું, માખણમાં સમારેલી પાલકના પાન, સ્વીટ કોર્ન. મીઠું અને કાળા મરીનો પાઉડર નાંખી અને મિક્સ કરવો. પાલકના પાનને ઢાંકી અને ૨-મિનિટ પાકવા દેવા.. ઢાંકણું ખોલી અને પાલકમાંથી નીકળેલું પાણી પૂરું બળી ના જાય ત્યાંસુધી પાલકને પાકવા દેવી. ત્યારબાદ, આગ બંધ કરી દેવી.

આ પાલક ને પનીરના મિશ્રણમાં (શાકમાં) પનીરને છીણીને (ક્રમબલ) નાખવું. ત્યારબાદ, શેકેલું જીરૂ અને લીંબુનો રસ નાંખી દેવો. અને બધીજ વસ્તુને સારી રીતે મિક્સ કરવી. બસ સેન્ડવીચનું મિશ્રણ /શાક તૈયાર છે. આ મિશ્રણના એક સરખા ૪ ભાગમાં વહેંચી દેવું.

બે (૨) બ્રેડની સ્લાઈઝ લેવી તેની અંદરના ભાગમાં ઓઆછું માખણ લગાવું, એક બ્રેડમાં જ્યાં માખણ લગાડેલ છે તેની ઉપર મિશ્રણનો ૧-ભાગ મૂકી અને ટે મિશ્રણ બ્રેડ ઉપર એક સરખું ફેલાવી દેવું. ત્યારબાદ, બીજી માખણ લગાડેલ બ્રેડને તેની ઉપર ઢાંકી અને હાથેથી થોડું દબાવી પેક કરવી. આજ રીતે બીજી સેન્ડવીચ પણ તૈયાર કરવી.

સેન્ડવીચ ટોસ્ટરમાં સેન્ડવીચ રાખી અને ગ્રીલ કરવા મૂકવી. ૩-૪ મિનિટમાં લગભગ સેન્ડવીચ ગ્રીલ થઇ જશે.

સેન્ડવીચ બહાર કાઢી અને પ્લેટમાં ગોઠવવી. આજ રીતે બીજી સેન્ડવીચ, સેન્ડવીચ ટોસ્ટરમાં રાખી, ગ્રીલ કરી કાઢી લેવી અને પ્લેટમાં ગોઠવવી.

પાલક પનીર સેન્ડવીચ (પાલક-કોર્ન-પનીર સેન્ડવીચ તૈયાર છે. ગરમા ગરમ પાલક પનીર સેન્ડવીચ લીલી કોથમીરની ચટણી, અને ટામેટા કેચપ સાથે પીરસવી.
 
૮. આલુ ચાટ:

* સામગ્રી:
- ૨૫૦ ગ્રામ નાની બટાકી,
- લીલી ચટની ૨ ચમચાં (આદુ, મરચાં અને કોથમીરની ચટણી તેમાં મીઠું અને લીંબુ નાંખવું જરૂરી છે.),
- ગળી ચટની ૨ ચમચાં (ગોળ અને આમલીની),
- ચાટ મસાલો ૧ ચમચી.

* રીત:
નાના બટાકાને કૂકરમાં બાફી લો. છોલી લો અને તેમાં ચપ્પાંથી કાણાં પાડી તળીલો. ઠંડી પડે પછી લીલી ચટની ગળી ચટનીમાં રગદોળી લો. ઉપરથી ચાટ મસાલો નાંખીને ડીશમાં મૂકીને પીરસો. આ વાનગી પૌષ્ટિક છે.

ઘેરબેઠાં 10 જાતના પિઝા સૌના મનપસંદ બનાવી શકો છો

પિઝા તો સૌને ભાવે, તેમાં પણ મળે 10 જાતના પછી પુછવું જ શું?

પિઝા તો આજ-કાલ નાના-મોટા સૌના મનપસંદ બની ગયા છે, પરંતુ મોટા-મોટા પિઝા સ્ટોરમાં રોજ-રોજ ખાવા જવા પણ ના પોંસાય અને વધુમાં સ્વાસ્થ્યની બાબતમાં હાનિકારક પણ છે.

આજે અમે તમારા માટે ઉપાય લઈ આવ્યા છીએ. હવે તમે ઘેરબેઠાં બનાવી શકો છો પિઝા અને તે પણ 10 જાતના. પિઝાના સ્વાદ સાથે પીરસશે વિવિધતા પણ.
 

 
૧.બ્રેડ મિની પિઝા


* સામગ્રી:
- બ્રેડ 6 સ્લાઈસ,
- ચણા અંકુરિત 1 ટેબલ સ્પૂન,
- બ્રેડ ક્રમ્સ,
- 1 ટેબલ સ્પૂન,
- ચાટ મસાલો 1/2 ટી સ્પૂન,
- રવો 1 ટેબલ સ્પૂન,
- મકાઈનો લોટ 1 ટેબલ સ્પૂન,
- મોટી સરસો,
- મીઠો લીમડો,
- લીલા ધાણા,
- ચટણી,
- સોસ સજાવટ માટે.
- મીઠુ સ્વાદ મુજબ.
- શાકભાજીઓ - ગાજર, લીલી ડુંગળીના પાન, ચીઝ 1 ક્યુબ, કોબીજ, શિમલા મરચાં 2 ક્યુબ, પનીર 50 ગ્રામ (છીણેલુ).

* રીત:
 બ્રેડની કિનારો કાપીને દહીંમાં પલાળી દો. પછી તેમા રવો, મકાઈનો લોટ અને મીઠુ નાખીને 15 મિનિટ છોડી દો. ત્યારબાદ બધી શાકભાજીઓ ઝીણી સમારીને મિક્સ કરો. મસાલા નાખી દો. પછી તેમા બ્રેડ ક્રમ્સ અને સોડા નાખીને મિક્સ કરો. એક મોલ્ડમાં ચિકાશ લગાવીને મિશ્રણ નાખો. ઉપરથી અંકુરિત ચણા,પનીર અને નારિયળનુ છીણ ભભરાવી દો. ચીઝ ગ્રેટ કરીને નાખો. પહેલાથી જ ગરમ ઓવનમાં 150 સે. પર 25-30 મિનિટ બેક કરો. બ્રાઉન સેકાવા દો. બ્રાઉન થતા સુધી વઘાર તૈયાર કરો અને પિઝા પર નાખો. સોસ, લીલી ચટણી અને ચટણી લગાવીને ગરમા ગરમ બ્રેડ પિઝા સર્વ કરો.
 
૨. ચાઇનીઝ પીઝા:

સામગ્રી:
- પીઝા બેઝ,
- ઝીણી ખમણેલી કોબીજ,
- ગાજર,
- ડુંગળી,
- ઝીણું સમારેલું કેપ્સીકમ મરચું,
- ટામેટાની ગ્રેવી,
- બાફેલા નુડલ્સ,
- ગરમ મસાલો,
- લસણની ચટણી,
- સોયા સોસ,
- ચીલી સોસ,
- ચીઝ,
- સ્વાદ અનુસાર નમક,
- લાલ મરચું

 * મસાલો બનાવાની રીત:
સૌપ્રથમ કડાઈમાં તેલ મુકવું, તેમાં ટામેટાની ગ્રેવી સાંતળવી, તેમાં ઝીણી ખમણેલી કોબીજ, ગાજર, ડુંગળી, ઝીણું સમારેલું કેપ્સીકમ મરચું, અને બાફેલા નુડલ્સ મિક્સ કરવા, ત્યારબાદ ગરમ મસાલો, સોયા સોસ, ચીલી સોસ તેમજ સ્વાદ અનુસાર નમક અને લાલ મરચું મિક્સ કરવું.

 * પીઝા બનાવાની રીત:
પીઝા બેઝ નું નીચેનું પળ કડક થઇ ત્યાં સુધી શેકો, ઉપરના પડ પર લસણ ની ચટણી અને ચીલી સોસ લગાવો ત્યારબાદ તેના પર મસાલો મુકવો અને થોડી વાર ગરમ કરવો ત્યાર બાદ તેના પર ચીઝ ખમણવું.

 

૩. પીઝા સેન્ડવીચ:

* સામગ્રી:
- ૬ નંગ સેન્ડવીચ બ્રેડ
- બટર જરૂર પ્રમાણે
- ૩ ટેબ.સ્પૂન પીઝા સોસ
- ૨ ક્યુબ ચીઝ
- ૧૦૦ ગ્રામ પનીર
- ૧૦૦ ગ્રામ ડુંગળી
- ૧૦૦ ગ્રામ કેપ્સીકમ
- ૧૦૦ ગ્રામ ટામેટા
- સ્વાદ પ્રમાણે મીઠું
- ૨ ટી.સ્પૂન મરી પાવડર
- ૧ ટી.સ્પૂન ચીલી ફ્લેક્સ
- ૧ ટી.સ્પૂન ઓરેગાનો
- ૧ ટી.સ્પૂન તેલ

* પૂર્વ તૈયારી:
ડુંગળી,પનીર અને કેપ્સીકમ ના નાના નાના ટુકડા કરી લો. ડુંગળી,કેપ્સીકમ અને પનીરને એક બાઉલ માં લઇ તેમાં મીઠું ૩/૪ ટી.સ્પૂન મરી પાવડર અને ૩/૪ ટી.સ્પૂન તેલ નાખી ૧૦ મિનીટ માટે મેરીનેટ કરો. આવી જ રીતે ટામેટા ના પણ નાના ટુકડા કરી તેને અલગ બાઉલમાં મૂકી તેમાં ૧/૪ ટી.સ્પૂન તેલ,૧/૪ ટી.સ્પૂન મરી પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી તેને પણ ૧૦ મિનીટ માટે મેરીનેટ કરો. હવે એક નોન સ્ટીક પેન માં ડુંગળી,પનીર અને કેપ્સીકમ નાખી શેકી લો,૨ મિનીટ પછી ટામેટા નાખો.ટામેટા નાખીને તરત જ ગેસ બંધ કરી લો.જેથી ટામેટા પોચા ન પડી જાય.

પિઝા સોસ:
- ૧ કપ ટોમેટો પ્યુરી
- ૨ ટેબ.સ્પૂન ટોમેટો કેચપ
- ૧ ટી.સ્પૂન તેલ
- ૧ નંગ ઝીણો સમારેલો કાંદો
- ૧ ટી.સ્પૂન લસણની પેસ્ટ
- ૧ ટી.સ્પૂન લાલ મરચું
- ૨ ટી.સ્પૂન ખાંડ
- ૨ ટી.સ્પૂન ઓરેગાનો
- ૨ ટી.સ્પૂન ચીલી ફ્લેક્સ
- ૨ નંગ ઝીણું સમારેલું કેપ્સીકમ
- ૧૦૦ ગ્રામ ચીઝ
- સ્વાદ પ્રમાણે મીઠું
- ૧ ટી.સ્પૂન કોર્ન ફ્લોર

* પીઝા સોસ બનાવવા ની રીત:
સૌપ્રથમ એક પેન માં તેલ ગરમ મૂકી કાંદા,લસણ,સાંતળો.ત્યારબાદ તેમાં ટમેટો પ્યુરી ઉમેરી તેમાં ખાંડ,મીઠું,લાલ મરચું,ઓરેગાનો,ચીલી ફ્લેક્સ અને કેપ્સીકમ ઉમેરી ખાદ્ખાદાવો. ટોમેટો કેચપઉમેરો.હવે થોડા પાણી માં કોર્નફલોર ઉમેરી બરાબર ઓગળી તેને ગ્રેવી માં મિક્સ કરો.ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરો.

* પીઝા સેન્ડવીચ બનાવવા માટેની રીત:
સૌ પ્રથમ ૩ સ્લાઈસ બ્રેડ લઇ તેની બંને બાજુ બટર લગાવી લો,હવે એક સ્લાઈસ પર પીઝા સોસ લગાવી તેની પર એક ક્યુબ ચીઝ છીણી લો.ત્યાર બાદ તેની પર બીજી સ્લાઈસ બ્રેડ મૂકી દો.હવે તેની પર મેરિનેટ કરી અને શેકેલા પનીર,કેપ્સીકમ, ડુંગળી અને કેપ્સીકમ મૂકી ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ભભરાવી તેની પર ત્રીજી સ્લાઈસ બ્રેડ ની મૂકી દો.આવી જ રીતે બીજી સેન્ડવીચ તૈયાર કરી દો.
તૈયાર સેન્ડવીચ ને ગ્રીલર માં મૂકી ગ્રીલ કરી લો. (ગ્રીલર ન હોય તો સેન્ડવીચ ટોસ્ટર પણ વાપરી શકાય,તો ૨ જ બ્રેડની સેન્ડવીચ બનાવવી પીઝા સોસની ઉપર જ પનીર,કેપ્સીકમ,ડુંગળી,ટામેટા મૂકી ને ચીઝ ભભરાવી દેવી.) ગ્રીલ થઇ જાય એટલે બહાર કાઢી કટ કરી સોફ્ટ ડ્રીંક સાથે સર્વ કરવું.

 
૪.  ઇન્સ્ટન્ટ બ્રેડ પીઝા:

* સામગ્રી :
- ગોળ કાપેલી બ્રેડની  સ્લાઇસ,
- ટામેટા ની ગ્રેવી અથવા સોસ,
- બારી કાપેલા ડુંગળી,
- ટામેટા અને કેપ્સીકમ  જરૂર મુજબ,
- ચીઝ ટેસ્ટ મુજબ .

* રીત:
બ્રેડ ને ગોળાકાર માં કાપી લો .તેની ઉપર ટામેટા ની ગ્રેવી અથવા સોસ લગાડો .તેની ઉપર બારીક કાપેલા ડુંગળી ,ટામેટા અને કેપ્સીકમ મુકો .તેની ઉપર  ખમણેલી  ચીઝ નો થર કરો .હવે એક નોનસ્ટીક પેન માં થોડું બટર લગાડી  બ્રેડ ને શેકવા માટે ગેસ ઉપર મુકો .ચીઝ ઓગળે ત્યાં સુધી મીડીયમ તાપે શેકાવા દો .ચીઝ ઓગળે અને બ્રેડ શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી નીચે ઉતારી એક સર્વિંગ પ્લેટ માં બધા બ્રેડ પીઝા ગોઠવી દો . સલાડ થી પ્લેટ સજાવો .મોકટેલ અથવા કોલ્ડ્રીંક સાથે સર્વ કરો .
 
૫. પિઝા બન:

* સામગ્રી:
- ૪ નંગ ડીનર રોલ
- બટર રોલ શેકવા માટે
- ૨ ટેબ.સ્પૂન ઝીણી સમારેલી ડુંગળી
- ૨ ટેબ.સ્પૂન ઝીણા સમારેલા ટામેટા
- ૨ ટેબ.સ્પૂન ઝીણા સમારેલા કેપ્સીકમ
- ૨ ટેબ.સ્પૂન ઝીણા સમારેલા પનીર ના પીસ
- સ્વાદ પ્રમાણે મીઠું
- ૨ ટી.સ્પૂન મરી પાવડર
- ૨ ટી.સ્પૂન ચીલી ફ્લેક્સ
- ૨ ટી.સ્પૂન ઓરેગાનો
- ૪ ટેબ.સ્પૂન છીણેલી ચીઝ
- ૪ ટેબ.સ્પૂન પીઝા સોસ
- ૧ ટેબ.સ્પૂન બ્લેક or ગ્રીન ઓલીવ્સ

પિઝા સોસની સામગ્રી:
- ૧ કપ ટોમેટો પ્યુરી
- ૨ ટેબ.સ્પૂન ટોમેટો કેચપ
- ૨ ટી.સ્પૂન તેલ
- ૧ નંગ ઝીણો સમારેલો કાંદો
- ૧ ટી.સ્પૂન લસણ ની પેસ્ટ
- ૧ ટી.સ્પૂન લાલ મરચું
- ૨ ટી.સ્પૂન ખાંડ
- ૧/૨ ટી.સ્પૂન ઓરેગાનો
- ૧/૨ ટી.સ્પૂન ચીલી ફ્લેક્સ
- ૧/૨ નંગ ઝીણું સમારેલું કેપ્સીકમ
- ૧૦૦ ગ્રામ ચીઝ
- સ્વાદ પ્રમાણે મીઠું
- ૧ ટી.સ્પૂન કોર્ન ફ્લોર

પિઝા સોસની રીત:
સૌપ્રથમ એક પેન માં તેલ ગરમ મૂકી કાંદા,લસણ,સાંતળો.ત્યારબાદ તેમાં ટમેટો પ્યુરી ઉમેરી તેમાં ખાંડ,મીઠું,લાલ મરચું,ઓરેગાનો,ચીલી ફ્લેક્સ અને કેપ્સીકમ ઉમેરી ખાદ્ખાદાવો. ટોમેટો કેચપઉમેરો.હવે થોડા પાણી માં કોર્નફલોર ઉમેરી બરાબર ઓગળી તેને ગ્રેવી માં મિક્સ કરો.ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરો.


Other More Visit Below link..
http://www.divyabhaskar.co.in/article-hf/REC-make-pizza-at-home-of-10-types-4370899-PHO.html?seq=6