Friday, March 14, 2014

વર્કિંગ વુમનને ખુશ કરી દેશે ઝટપટ નાસ્તાની રેસિપી

વર્કિંગ વુમનને ખુશ કરી દેશે 7+1 ઝટપટ નાસ્તાની રેસિપી

સવારના નાસ્તામાં ગરમા-ગરમ મળી જાયતો મોજ પડી જાય, માત્ર સવાર જ નહીં, આખો દિવસ સુધરી જાય, પરંતુ સવારના નાસ્તામાં બનાવવું શું એ સૌથી મોટો પ્રશ્ન છે.

વળી પાછો સવારે સમયનો પણ અભાવ હોય, એટલે નાસ્તો પણ એવો હોવો જોઇએ, જે 15-20 મિનિટમાં બની જાય અને મોજ પણા પડી જાય.

આજે અમે સવારના ઝટપટ નાસ્તા માટે સાત દિવસની સાત અને એક એક્સ્ટ્રાની રેસિપી આપી છે, જે સોલ્વ કરી દેશે બધી જ ગૃહિણીઓના નાસ્તા પ્રશ્ન.

૧. ચટપટી ભેળ:

* સામગ્રી:
- ૬ નંગ બ્રેડ
- ૩ ટમેટા બારીક સમારેલા
- ૨ સમારેલી ડુંગળી
- ૧ ચમચી આદુ મરચા
- ૧ ચમચો સમારેલી કોથમીર
- ૩ ચમચી ઘી / માખણ
- ૨ ચમચા મોળુ દહીં
- ૧ ચમચો ચીઝ છીણેલું
- ૧ મોટુ કેપ્સિકમ બારીક સમારેલું
- મીઠું મરી સ્વાદ પ્રમાણે

* રીતઃ
બ્રેડના નાના ચોરસ ટુકડા કરી લો, ડુંગળીને છીણી નાખો અને ઘી અથવા માખણમાં સાંતળી લો. સહેજ ગુલાબી રંગના થાય પછી તેમાં કેપ્સિકમના પીસ ઉમેરો, ૫ ૭ સેકંડ પછી ટમેટાનાં ટુકડા ઉમેરો અને બે મિનિટ સાંતળો. ત્યારબાદ તેમાં બ્રેડના ટુકડા નાખી દહીં, મીઠું, મરી નાખો. સ્વાદ પ્રમાણે ખાંડ અને લીંબુનો રસ નાખી શકાય. બે મિનિટ પછી કોથમીર નાખીને નીચે ઉતારો. ઉપર ચીઝનું છીણ નાખીને તરત જ સર્વ કરો. આમાં નવીનતા લાવવા માટે તળેલા નુડલ્સ પણ ઉપરથી ઉમેરી શકાય.
 
૨. આલુ-મટર પરાઠા:

* સામગ્રી:
- 250 ગ્રામ બાફેલા બટાકા
- 100 ગ્રામ બાફેલા વટાણા
- 1 કપ ઘઉંનો લોટ
- 1/4 કપ મેદોં
- 5-6 લીલા મરચા
- આદુનો ટુકડો
- થોડા આખા ધાણા
- થોડી કાચી વળીયાળી
- 1 ટીસ્પૂન ધાણાજીરુ
- 1 ટીસ્પૂન હળદર
- 1 ટીસ્પૂન ખાંડ
- 1 આખું લીંબુ
- મીઠું સ્વાદ અનુસાર
- કોથમીર થોડી
- 1 કપ ઘરનું માખણ

* રીત:
સૌ પહેલાં બાફેલા બટાકા અને વટાણાને મિક્સ કરી બરાબર મેશ કરી લો. તેની અંદર બધો જ મસાલો કરો આદુ-મરચાં ક્રશ કરી ઉમેરો, હળદર અને આખા ધાણા અધકચરાં ક્રશ કરી ઉમેરો. આ મસાલાના નાના નાના લુઆ પાડી લો. લોટની કણક બાંધો આ લોટ થોડો ઢીલો રાખજો. હવે આ લોટમાં મસાલાનો લુઓ મુકી વ્યવસ્થિત વણી લો. આ પરાઠાને માખણ કે ઘીમાં શેલો ફ્રાય કરો
પરાઠાને બટર અને ગ્રિન ચટની સાથે ગરમ ગરમ સર્વ કરો.
 
૩. બ્રેડ ઉપમા

* સામગ્રી:
- ૬ સ્લાઈસ બ્રેડ
- ૧૦ પાન મીઠો લીમડો
- ૨ ટેબ.સ્પૂન તે
- ૧/૪ ટી.સ્પૂન રાઈ
- ૧/૨ ટી.સ્પૂન અડદ ની દાળ
- ૧ ટી.સ્પૂન કાજુ ટુકડા
- ૧ કપ દહીં
- ૩ થી ૪ નંગ લીલા મરચા ક્રશ કરેલા
- સ્વાદ પ્રમાણે મીઠું
- ૧ નંગ ડુંગળી ઝીણી સમારેલી

* ગાર્નીશિંગ માટે:

- ઝીણી સમારેલી કોથમીર

* સર્વ કરવા માટે:
- નાળીયેરની ચટણી

* રીત:
સૌ પ્રથમ બ્રેડ ની કિનારી કાપી લઇ તેના નાના નાના ટુકડા કરી વલોવેલા દહીં માં પલાળી દેવા.બ્રેડ સોફ્ટ થાય ત્યાં સુધી પલાળવા દેવું. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં લીમડો,અડદની દાળ,કાજુ ટુકડા અને લીલા મરચા નાખી સાંતળી લો. હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખી સાંતળી લો.ત્યાર બાદ તેમાં દહીં માં પલાળેલી બ્રેડ નાખી હલાવી લેવું. ગરમ ગરમ ઉપમાને ઝીણી સમારેલી કોથમીર અને તળેલા કાજુ વડે ગાર્નીશ કરી નાળીયેર ની ચટણી સાથે સર્વ કરવું.

* ચટણી બનાવવા માટેની સામગ્રી:
- ૧/૨ કપ સમારેલું લીલું નાળીયેર
- ૨ નંગ લીલા મરચા
- કટકો આદુ
- ૧/૪ કપ દાળિયા
- સ્વાદ પ્રમાંણે મીઠું
- ૧/૪ કપ સમારેલી કોથમીર

* વઘાર માટે:
- ૧/૪ ટી.સ્પૂન તેલ
- ૧/૮ ટી.સ્પૂન રાઈ
- ૧/૮ ટી.સ્પૂન અડદની દાળ
- ૪ થી ૫ પત્તા લીમડાના

* ચટણી બનાવવા માટેની રીત:
ચટણી ની બધી સામગ્રી ભેગી કરી વાટી લો.ત્યારબાદ તેની પર રાઈ,અડદ ની દાળ અને લીમડા નો વઘાર કરો.

 
૪. પાલક પનીર સેન્ડવીચ

* સામગ્રી:
- ૮ નંગ બ્રેડ સ્લાઈઝ
- ૪૦૦ ગ્રામ પાલક, ઝીણી સમારી લેવી
- ૨ ટે.સ્પૂન માખણ
- ૧૦૦ ગ્રામ પનીર
- ૧ ટે.સ્પૂન મકાઈના દાણા  
- ૧/૨ નાની ચમચી મીઠું
- ૧/૪ નાની ચમચી મરીનો પાઉડર અથવા સફેદ મરચાનો પાઉડર
- ૧ નાની ચમચી શેકેલા જીરાનો પાઉડર
- ૨ નાની ચમચી લીંબુનો રસ

* રીત :
પાલકના પાનમાંથી ડાંડી હટાવી લેવી અને પાનને પાણીમાં ડૂબાડી દેવા અને (૨) બે વખત પાણીથી સારી રીતે ધોઈને સાફ કરવા. ધોયેલા પાનને ચારણીમાં અથવા થાળીમાં રાખી અને વાસણને ઊભું ત્રાંસુ ગોઠવવું, જેથી પાલકમાં રહેલ વધારાનું પાણી બહાર નીકળી જાય.

હવે આ પાલકના પાનને બારીક સમારી લેવા.

એક કડાઈમાં ૨ નાની ચમચી માખણ નાંખી ગરમ કરવું, માખણમાં સમારેલી પાલકના પાન, સ્વીટ કોર્ન. મીઠું અને કાળા મરીનો પાઉડર નાંખી અને મિક્સ કરવો. પાલકના પાનને ઢાંકી અને ૨-મિનિટ પાકવા દેવા.. ઢાંકણું ખોલી અને પાલકમાંથી નીકળેલું પાણી પૂરું બળી ના જાય ત્યાંસુધી પાલકને પાકવા દેવી. ત્યારબાદ, આગ બંધ કરી દેવી.

આ પાલક ને પનીરના મિશ્રણમાં (શાકમાં) પનીરને છીણીને (ક્રમબલ) નાખવું. ત્યારબાદ, શેકેલું જીરૂ અને લીંબુનો રસ નાંખી દેવો. અને બધીજ વસ્તુને સારી રીતે મિક્સ કરવી. બસ સેન્ડવીચનું મિશ્રણ /શાક તૈયાર છે. આ મિશ્રણના એક સરખા ૪ ભાગમાં વહેંચી દેવું.

બે (૨) બ્રેડની સ્લાઈઝ લેવી તેની અંદરના ભાગમાં ઓઆછું માખણ લગાવું, એક બ્રેડમાં જ્યાં માખણ લગાડેલ છે તેની ઉપર મિશ્રણનો ૧-ભાગ મૂકી અને ટે મિશ્રણ બ્રેડ ઉપર એક સરખું ફેલાવી દેવું. ત્યારબાદ, બીજી માખણ લગાડેલ બ્રેડને તેની ઉપર ઢાંકી અને હાથેથી થોડું દબાવી પેક કરવી. આજ રીતે બીજી સેન્ડવીચ પણ તૈયાર કરવી.

સેન્ડવીચ ટોસ્ટરમાં સેન્ડવીચ રાખી અને ગ્રીલ કરવા મૂકવી. ૩-૪ મિનિટમાં લગભગ સેન્ડવીચ ગ્રીલ થઇ જશે.

સેન્ડવીચ બહાર કાઢી અને પ્લેટમાં ગોઠવવી. આજ રીતે બીજી સેન્ડવીચ, સેન્ડવીચ ટોસ્ટરમાં રાખી, ગ્રીલ કરી કાઢી લેવી અને પ્લેટમાં ગોઠવવી.

પાલક પનીર સેન્ડવીચ (પાલક-કોર્ન-પનીર સેન્ડવીચ તૈયાર છે. ગરમા ગરમ પાલક પનીર સેન્ડવીચ લીલી કોથમીરની ચટણી, અને ટામેટા કેચપ સાથે પીરસવી.
 
૮. આલુ ચાટ:

* સામગ્રી:
- ૨૫૦ ગ્રામ નાની બટાકી,
- લીલી ચટની ૨ ચમચાં (આદુ, મરચાં અને કોથમીરની ચટણી તેમાં મીઠું અને લીંબુ નાંખવું જરૂરી છે.),
- ગળી ચટની ૨ ચમચાં (ગોળ અને આમલીની),
- ચાટ મસાલો ૧ ચમચી.

* રીત:
નાના બટાકાને કૂકરમાં બાફી લો. છોલી લો અને તેમાં ચપ્પાંથી કાણાં પાડી તળીલો. ઠંડી પડે પછી લીલી ચટની ગળી ચટનીમાં રગદોળી લો. ઉપરથી ચાટ મસાલો નાંખીને ડીશમાં મૂકીને પીરસો. આ વાનગી પૌષ્ટિક છે.

1 comment :