Friday, March 14, 2014

ગણેશજીને ધરાવો અવનવા પ્રસાદ, 8 જાતના મોદક

ગણેશજીને દરરોજ ધરાવો અવનવા પ્રસાદ, બનાવો 8 જાતના મોદક

ગણપતિ આવ્યા એટલે જાણે દસ દિવસનો મહોત્સવ આવ્યો. દરરોજ ગણપતિ માટે અવનવા લાડુ અને મોદક બનાવવાના દિવસો આવ્યા.
વિવિધ જાતના લાડુની રેસિપી તો અમે આપી જ છે અને આજે આપી રહ્યા છીએ જાત-ભાતના મોદકની રેસિપી. દરરોજ અલગ-અલગ જાતના મોદક બનાવવા હશે તો પણ વાંધો નહીં આવે.

આજે અમે લઈ આવ્યા છીએ, 8 જાતના મોદકની રેસિપી.
 
૧. પ્રસાદ સ્પેશિયલ મોદક:

* સામગ્રી:
- ૨ કપ ચોખા,
- ૧ નંગ નાળીયેર,
- નાળીયેરથી અડધો છીણેલો ગોળ,
- ૨ ચમચા ખસખસ,
- ૧ ચમચી, એલચીનો ભૂકો,
- ૨ ચમચી તેલ,
- ચપટી મીઠું,
- ઘી -પ્રમાણસર.

* રીત:
ચોખાને ધોઇ, સૂકવી, દળાવવા. લોટમાં ચપટી મીઠું નાખી, ચાળી, પાણીથી કણક બાંધી દેવી. ત્યારબાદ તેલ લઇ કણકને કેળવવી. એક કલાક રહેવા દેવી. નાળીયેરના ખમણને સાધારણ શેકી અંદર ગોળ નાખવો. ગોળ બરાબર ઓગળે એને મિકસ થાય એટલે ખસખસ અને એલચીનો ભૂકો નાખી, ઉતારી, ઠંડુ પાડવું.

હવે ચોખાની કણકમાંથી લુઓ લઇ હાથમાં તેલ લગાડી નાની પાતળી પૂરી થાપવી. તેમાં પૂરણ મૂકી મોદકના મોલ્ડમાં મોદક બનાવવા. ત્યારબાદ મોદક વરાળથી બાફી, ઘી લગાડી દેવું. મોદકનું મોલ્ડ ન હોય તો પાતળી પૂરી કરી, તેમાં પૂરણ ભરી, પૂરીનો છેડો થોડે થોડે અંતરે દાબીને મોં બંધ કરવું. એટલે મોદકનો આકાર થશે. પછીથી બધા મોદક વરાળથી બાફી ઘી લગાડી દેવું.

 
૨. ગળ્યા મોદક:

* સામગ્રી:
- ૨ કપ – ચોખ્ખાનો લોટ
- ૨ કપ – ગોળ (બારીક ભુક્કો કરવો)/ ખાંડ નો ઉપયોગ કરવો હોય તો ગોળ ને બદલે કરી શકાય.
- ૨ કપ – નાળિયેર નો ભુક્કો (કાચા નાળિયેર નો )
- ૫૦ ગ્રામ – કાજુ (એક કાજુ ના ૫-૬ કટકા કરવા )
- ૨૫ ગ્રામ – કિસમિસ (ડાળખી તોડી ને સાફ કરવી)
- ૪-૫ – એલચી (છીલ્કા કાઢી લેવા અને ભુક્કો કરવો)
- ૧ ચમચો – ઘી /શુદ્ધ અને ૧/૨ -ચમચી મીઠું

* રીત:
ગોળ અને નાળિયેર નો ભુક્કો એક કડાઈમાં નાખી અને ગેસ પર ગરમ કરવા કડાઈ ને મૂકવી. ગોળ પીગળવા લાગે એટલે સતત ચમચાથી તેને હલાવતા રેહવું અને નાળીયેરના ભુક્કા ને શેકવો. જ્યાં સુધી બંને એકરસ ન થાય ત્યાં સુધી. ત્યારબાદ, કાજુ અને એલચી નાખી તેમાં મિક્સ કરી દેવા. આમ, મોદક નો માવો/ મોદક માં ભરવાનું પૂરણ તૈયાર થઇ જશે.

ત્યારબાદ, ૨- વાટકી પાણી અને ૧- ચમચી ઘી ગરમ કરવું. જેવું પાણીમાં ઉફાળો આવે કે તૂરત જ ચોખ્ખાનો લોટ અને મીઠું તેમાં નાખી અને ગાંઠા ના પડે તેમ મિક્સ કરો અને હલાવતા રહો અને પાંચ  મિનિટ માટે ઢાંકી ને રાખવું.
હવે, જે મિશ્રણ તૈયાર થયું તેનો નરમ લોટ બાંધવો. જો લોટ કઠણ લાગે તો ૧-૨ ચમચા પાણી જરૂરિયાત મુજબ નું નાખી અને લોટ નરમ બાંધવો?ત્યારબાદ, એક વાટકીમાં થોડું પાણી અને બીજી વાટકીમાં થોડું ઘી લેવું.
પાણી અને ઘી બંને હાથમાં લગાડી અને લોટ નું ગોરણુ બનાવી અને લેવું અને તે લોટમાં બીજાં હાથ ના અંગુઠાથી ખાડો કરવો કે જેમાં ૨ – ચમચી જેટલું પૂરણ ભરી શકાઈ. ખાડો થઇ ગયા બાદ તેમાં ૨-ચમચી પૂરણ ભરવું અને ઉપર ચોટલી જેવો ભાગ રહે તેમ તે બંધ કરવું. આમ, બધાં મોદક તૈયાર કરવા.

મોદક બધાં તૈયાર થઇ ગયા બાદ, એક મોટાં વાસણમાં ૨-૪ ગ્લાસ (નાના) પાણી ભરવું. અને પાણી ગરમ કરવા ગેસ પર મૂકવું. પાણી ગરમ થાય ત્યારે, મોદક જે બનાવેલ તે એક ચારણીમાં ગોઠવવા, ખાસ ધ્યાન રહે કે એક બીજાને અડી ને ચોંટી જાય તેમ ના ગોઠવવા. એક સાથે ૮-૧૦ વાસણ ણી સાઈઝ મૂજબ ગોઠવાશે.
ત્યારબાદ ૧૦ મિનીટ સુધી તેને ગેસ પર મધ્યમ આંચે બાફવા મૂકવા. બફાઈ ને પાકી જશે એટલે તેના કલરમાં અલગથી ચમક આવશે. જ્યારે તમને એમ લાગે ત્યારે ગેસ બંધ કરી અને મોદક ઉતારી લેવા.
 
૩. માવા મોદક ચોકલેટી:

* કવર સામગ્રી:
- ચોખાનો લોટ 1 કપ,
- મેદો 1/2 કપ,
- 2 ટી સ્પૂન ઘી,
- ચપટી મીઠુ,
- દેશી ઘી,

* ભરાવણની સામગ્રી:
- માવો 1 કપ,
- ખાંડ 1/2 કપ,
- છીણેલી ચોકલેટ,
- 1/2 કપ ચોકલેટ સોસ અંદાજથી.

* રીત:
 માવો થોડો સેકી લો. ઠંડો કરો તેમજ ચોકલેટ અને ખાંડ મિક્સ કરો. કવર સામગ્રી મિક્સ કરીને ગૂંથી લો અને પુરીઓ વણીને ભરાવન ભરો. મોદક તૈયાર કરો. ઘી ગરમ કરો અને બધા મોદક ધીમા તાપ પર તળી લો અને સર્વ કરો.


 
૪. નારિયેળ મોદક:

* સામગ્રી

* કવર માટે:
- ચોખાનો લોટ,
- 1 કપ 2 ટી સ્પૂન દેશી ઘી,
- ચપટી મીઠુ
- મેદો 1/2 કપ.

* ભરાવનની સામગ્રી:
- છીણેલુ નારિયળ 2 કપ,
- 1,4 કપ કાજુ અધકચરા,
- પિસ્તાની કતરન,
- 1 ટી સ્પૂન ઈલાયચી પાવડર,
- 1/2 કપ દૂધ,
- 1 કપ ખાંડ અને કેસર.

* રીત:
 કડાહીમાં નારિયળ, કાજુ, પિસ્તા અને ખાંડ નાખો તેમજ દૂધ નાખીને થવા દો. માવા જેવુ ઘટ્ટ થવા માંડે ત્યારે ઉતારી લો અને ઈલાયચી મિક્સ કરો. ચોખાના લોટમાં મેદો, ઘી અને મીઠુ નાખીને લોટ બાંધી લો અને પાતળી નાની પૂરીઓ વણી લો. ભરાવણ સામગ્રી થોડી થોડી ભરીને મોદક તૈયાર કરી લો. ઘી ગરમ કરો અને ધીમા તાપ પર બધા મોદક સોનેરી થતા સુધી તળી લો. ઉપરથી કેસરના ટીપા નાખીને ભોગ લગાવો. 

૫. મગજ મોદક:

* કવર સામગ્રી:
- 1 કપ ચોખાનો લોટ,
- 1.2 કપ મેદો,
- 2 ટી સ્પૂન દેશી ઘી
- ચપટી મીઠુ,
- દેશી ઘી,
- કેસર

* ભરાવન સામગ્રી:
- બેસન 1/2 કપ,
- રવો 1/4 કપ,
- દળેલી ખાંડ 3/4 કપ,
- 1-1 ટી સ્પૂન ઈલાયચી પાઉડર,
- કિશમિશ,
- કાજુ દરદરા અને પિસ્તા,
- બદામની કતરન

* રીત:
બેસનમાં 1 મોટી ચમચી ઘી અને રવો નાખીને સોનેરી થતા સુધી સેકો. ઠંડુ કરો અને બધી સામગ્રી(ભરામણની) મિક્સ કરી લો.
ચોખાનો લોટ, મેદો, ઘી, કેસર મીઠુ નાખીને લોટ બાંધી લો. નાના પૂરીઓ બનાવી મગજનું ભરાવણ ભરી લો અને મોદક તૈયાર કરો. બધા મોદક ધીમા તાપ પર તળી લો.


More Other modak Tips Also View Below Link For more http://www.divyabhaskar.co.in/article-hf/REC-make-modak-of-8-types-4369675-PHO.html?seq=6

0 comments:

Post a Comment