Sunday, June 3, 2018

બ્રેકફાસ્ટ માટે બેસ્ટ છે આ 4 પ્રકારના પુડલા, આંગળા ચાટી જશે બધા!



આપણે ત્યાં અવાર-નવાર પુડલા બનતા હોય છે. એક એવી વાનગી છે જે સવારે ચા-કોફીની સાથે નાસ્તામાં પણ ચાલે અને ક્યારેક ડિનર તરીકે પણ આપણે તેને ન્યાય અપાતો હોય છે. મોટાભાગે ગુજરાતીઓના ઘરમાં ચણાના લોટના કે ચોખાના લોટના પુડલા બનતા હોય છે. જે આપણને બધાંને બહુ ભાવતા હોય છે. પણ જો તમે પણ એકના એક પ્રકારના પુડલા ખાઈને કંટાળી ગયા છો, તો આજે અમે તમારી માટે વિવિધ પ્રકારના ટેસ્ટી અને હેલ્થી પુડલાની રેસિપી લઈને આવ્યાં છીએ. જેને જોઈને તમારા મોંમાંથી પાણી છૂટી જશે. અને તમે તમારી જાતને રોકી નહીં શકો. તો ચાલો આજે ટ્રાય કરો વિવિધ પ્રકારના પુડલા.



 
પનીરના પુડલા

સામગ્રી

ખીરા માટે
-
અડધો કિલો ચણાનો લોટ
-
એક ટીસ્પૂન લાલ મરચું પાઉડર
-
બે ટીસ્પૂન જીરું પાઉડર
-
મીઠું સ્વાદાનુસાર
-
પાણી જરૂર મુજબ
-
તેલ સેકવા માટે

ફિલિંગ માટે
-
બસો ગ્રામ પનીર છીણેલું
-
એક ટેબલસ્પૂન કોથમીર સમારેલી
-
ત્રણ ટીસ્પૂન લીલા મરચાં સમારેલાં

રીત
સૌપ્રથમ ચણાના લોટમાં પાણી ઉમેરી થોડું જાડું ખીરું તૈયાર કરો. ત્યારબાદ તેમાં બાકીની સામગ્રી નાખીને સરખી રીતે મિક્સ કરી લો. ખીરાને થોડીવાર ઢાંકીને મૂકી રાખો. હવે ફિલીંગ માટેની સામગ્રીને સરખી રીતે મિક્સ કરી લો. ત્યારબાદ એક નોનસ્ટિક પૅન ગરમ કરો. તેના પર એક ચમચી જેટલું તેલ નાખીને ચારેય બાજુ ફેલાવો. હવે તેના પર એક ચમચો ખીરું પાથરીને તેને થોડું જાડું ગોળાકાર પાથરો. પછી તેના પર એક ચમચી જેટલું ફિલીંગ સ્પ્રેડ કરો. ત્યારબાદ બીજી બાજુ ફેરવીને ચઢવા દો. બીજી બાજુ પણ લાઈટ બ્રાઉન રંગનું ચઢી જાય એટલે ગરમા-ગરમ સર્વ કરો.


ભાતના પુડલા

સામગ્રી

-એક કપ વધેલા ભાત
-
એક ટેબલસ્પૂન દહીં
-
એક ટેબલસ્પૂન ઘઉંનો લોટ
-
એક સમારેલું ટામેટું
-
બે લીલા ઝીણા સમારેલા મરચાં
-
એક ટીસ્પૂન હળદર
-
મીઠું સ્વાદ મુજબ
-
એક ટીસ્પૂન લાલ મરચું
-
એક ટીસ્પૂન ધાણાજીરું
-
એક ટેબલસ્પૂન સમારેલી કોથમીર
-
તેલ સેકવા માટે

રીત

એક વાસણમાં ભાત લો અને તેમાં દહીં નાખીને થોડી વાર રહેવા દો. જ્યારે પુડલા બનાવવાના હોય ત્યારે હાથથી છૂટા પાડી તેમાં પ્રમાણસર ઘઉંનો લોટ નાખી બાકીનો બધો મસાલો, ટામેટું, કોથમીર અને લીલુ મરચું નાખીને પ્રમાણસર પાણી નાખી પુડલા માટેનું ખીરું તૈયાર કરવું. હવે ગરમ કરેલા તવા ઉપર તેલ નાખી ચમચા વડે પુડલા પાથરી ધીમા તાપે લાલ થવા દેવા. પછી તેને ધીમેથી ફેરવી બીજી બાજુ પણ ધીમા તાપે તેલ નાખી લાલ થવા દેવું. પુડલા બની જાય એટલે તેને ગરમ-ગરમ સર્વ કરવા.



ફણગાવેલા મગના પુડલા

સામગ્રી

ખીરા માટે
-
અડધો કપ બાજરીનો લોટ
-
અડધો કપ ચોખાનો લોટ
-
અડધો કપ તાજું વલોવેલું દહીં
-
અડધો કપ ફણગાવેલા મગ
-
એક ટેબલસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
-
પા કપ ઝીણી સમારેલી કોથમીર
-
મીઠું સ્વાદાનુસાર
-
પા ટીસ્પૂન હળદર
-
તેલ સેકવા માટે

રીત

એક ઊંડા બાઉલમાં બાજરીનો લોટ, ચોખાનો લોટ, દહીં, ફણગાવેલા મગ, લીલા મરચાં, કોથમીર, મીઠું અને પૂરતા પ્રમાણમાં પાણી ઉમેરી, સારી રીતે મિક્સ કરી ખીરૂ બનાવી લો. હવે તેમાં હળદર ઉમેરી, સરખી રીતે મિક્સ કરી 15 મિનિટ સુધી પલળવા દો. પછી એક નોનસ્ટિક તવા પર થોડું તેલ લગાવી તેને ગરમ કરો. પછી તેના પર એક ચમચો ખીરૂ લઈ પાછરી દો. હવે તેની કિનારીએ એક નાની ચમચી તેલ નાખો અને બંને તરફ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. પુડલા સેકાય જાય એટલે તેને ગરમ ગરમ સર્વ કરો.

0 comments:

Post a Comment