Friday, March 14, 2014

ગુજરાતી સ્પેશિયલ વાનગી મુઠિયાં

બનાવો ગુજરાતી સ્પેશિયલ વાનગી મુઠિયાં અને તે પણ 8 જાતનાં

મુઠિયાં એ સ્પેશિયલ ગુજરાતી વાનગી છે. અલગ-અલગ શાક અને ભાજીમાંથી બનતાં હોવાથી પૌષ્ટિક પણ બહુ છે અને વધુમાં 7-8 કલાક આરામથી ફ્રિઝ વગર પણ રહી સકતાં હોવાથી, પિકનિક પર લઈ જવા માટે પણ બેસ્ટ છે.
મુઠિયા બનાવવામાં પણ સહેલાં છે અને બનાવવામાં સમય પણ બહુ ઓછો લાગે છે. અને તેથી જ ઓછી મહેનતે સ્વાદ સાથે સ્વાસ્થ્ય માટે, મુઠિયા બેસ્ટ ઓપ્શન છે.
 

૧. કોબી પાલકના મુઠિયા

* સામગ્રી :
- ૧  કપ સમારેલી કોબી
- ૧  કપ સમારેલી પાલ
- ૧  કપ ઘઉંનો જાડો લોટ
- ૧  ટેબલ સ્પૂન ઢોકળાનો લોટ
- ૧  કપ ખાટું દહીં
- ૪ – ૫ લીલા મરચા
- ૧/૨ ઇંચ આદુનો ટુકડો લસણ (નાખવું હોય તો)
- મીઠું સ્વાદ પ્રમાણે
- ચપટી ખાવાનો સોડા (નાખવો હોય તો)
- ૧  ટી સ્પૂન લાલ મરચા પાવડર
- ૧  ટી સ્પૂન હળદર
- ૧  ટી સ્પૂન ધાણાજીરુ
- ૧ ટી સ્પૂન ખાંડ
- ૧  ટેબલ સ્પૂન તલ
- ૧  ટી સ્પૂન રાઈ
- ૧  ટેબલ સ્પૂન જીરુ
- ૧/૨ ટેબલ સ્પૂન તેલ
- હિંગ

* રીત :
ઘઉંના લોટમાં પાલક કોબીજ અને ઢોકળાનો લોટ ભેળવી તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ, હળદર, લાલ મરચું, ધાણાજીરુ, મીઠું અને દહીં ઉમેરીને સારી રીતે મિક્સ કરીને સાવ ઢીલો લોટ બાંધી લો. હવે તેને લાંબા રોલ બનાવી કૂકરમાં વરાળથી બાફી લો. ત્યાર પછી તેને નાના ટુકડામાં કાપી લઈ એક વાસણમાં તેલ મૂકી તેમાં રાઈ, જીરુ અને તલનો વઘાર કરી લીમડાના પાન નાખી બધા જ મુઠીયાને વઘારી લો. બધો મસાલો ભળી જાય એટલે ગેસ પરથી ઉતારી ગરમ ગરમ જ મજા માણો.
 
૨. ફરાળી મુઠિયા:

* સામગ્રી:
 - સિંગનો ભૂકો -૧ કપ,
- બટેટુ ખમણેલું  અડધો  કપ,
- વાટેલા  આદુ મરચા,
- લીંબુનો રસ,
- ખાંડ,
- કોથમીર  અને  જરુર મુજબ  આરા નો લોટ ,  તળવા માટે  તેલ ,મીઠું  સ્વાદ મુજબ .

રીત :-  બધી સામગ્રી  ભેગી  કરી   નાના  નાના  મુઠીયા  વાળી  તાળી લેવા. પછી આ મુઠિયાને તમે ગ્રીન ચટણી સાથે કે ચા સાથે મજા માણી શકો છો.
 
૩. રાજગરાનાં ફરાળી મુઠિયા:

સામગ્રી:
- ૧ કપ બાફીને છીણેલો બટાકો
- ૧  કપ શેકેલા શીંગ દાણા નો ભૂકો
- ૧/૨ કપ રાજગરા નો લોટ
- ૧ કપ દહીં
- ૧ કપ પલાળેલા સાબુદાણા
- સ્વાદ પ્રમાણે સિંધવ
- ૧ ટી સ્પૂન લીલા મરચા (ક્રશ કરેલા)
- ૧/૪ ટી.સ્પૂન આદુ(ક્રશ કરેલું)
- ૧ ટી.સ્પૂન લાલ મરચું પાવડર
- ૧ ટેબ.સ્પૂન ખાંડ

* વઘાર માટે:
- ૧ ટેબ.સ્પૂન તેલ
- ૧/૪ ટી.સ્પૂન જીરું
- ૧/૨ ટી.સ્પૂન તલ

* શણઘાર માટે:

- ઝીણી સમારેલી કોથમીર

* રીત:
સૌ પ્રથમ બટાકા ને બાફીને છીણી લો.ત્યારબાદ તેમાં પલાળેલા સાબુદાણા,રાજગરા નો લોટ દહીં અને શીંગ નો ભૂકો ઉમેરી બરાબર મિક્સ કરી લો.હવે તેમાં સિંધવ,આદુ અને મરચા નાખી હલાવી મુઠીયા નો શેપ આપી ગ્રીસ કરેલી કાણા વાળી ડીશ માં  મૂકી ૧૦ -૧૨ મિનીટ  માટે વરાળે બાફી લો.તૈયાર મુઠીયા ઠંડા થાય એટલે કટ કરી લો..વઘરિયા માં તેલ મૂકી જીરું નો વઘાર કરી તલ નાખી મુઠીયા પર રેડી દો.. કોથમીર વડે શણઘારી ગરમ-ગરમ જ ખાવાની મજા લૂંટો.

 
૪. પૌંઆ મુઠિયા:

* સામગ્રી:
- પૌંઆ, 1 કપ
- છીણેલી કોબી અથવા દૂધી, 1 કપ
- ચણાનો લોટ,2 ટેબલસ્પૂન
- આદુ-મરચાંની પેસ્ટ, 1 1/2ટેબલસ્પૂન
- લાલ મરચું, 1/2 ટીસ્પૂન
- 2થી 3 કળી લસણ (પીસેલુ)
- ઘટ્ટ દહીં, ૨ ટેબલસ્પૂન
- ખાંડ, 1 ટેબલસ્પૂન
- સોડા, 1/8 ટીસ્પૂન
- મીઠું સ્વાદ મુજબ
- 1 ટેબલસ્પૂન તેલ

* વઘારવા માટે:
- 1 1/2 ટેબલસ્પૂન તેલ
- 1 ટીસ્પૂન રાઈ
- 1/2 ટીસ્પૂન જીરું
- 1 ટીસ્પૂન તલ
- કોથમીર શણઘારવા માટે

* રીત:
પૌંઆને બે વાર ધોઈ કાણાંવાળા વાસણમાં રાખવા. કોબી/દૂધીની છીણમાં પલાળેલા પૌંઆ, ચણાનો લોટ, લાલ મરચું, આદુ-મરચાં, લસણ અને સ્વાદ મુજબ, મીઠું ઉમેરવું. દહીં, ખાંડ, તેલ અને સોડા ઉમેરી બરાબર મિક્સ કરી લેવું. મુઠિયાં બાફવાની જાળીને તેલ ચોપડી, મુઠિયાં માટે તૈયાર કરેલ લોટમાંથી વાટા વાળી, બાફવા મૂકવા. મુઠિયાં બફાયા બાદ બરાબર ઠંડા પડયા પછી જ કટકા કરવા. મુઠિયાં વઘારવા કડાઈમાં તેલ ગરમ કરી રાઈ અને જીરું તતડાવવા. તલ ઉમેરી વઘાર તૈયાર કરી કાપેલાં મુઠિયાં વઘારવા. વઘાર બધાં મુઠિયાં પર લાગે તે રીતે હલાવી કોથમીર નાંખી મુઠિયાં ગેસ ઉપરથી ઉતારી લેવા.
 
૫. પાલક મેથીના મુઠિયા:

* સામગ્રી:- 1 જૂડી પાલક સમારેલી
- ½ જૂડી મેથીની લીલી ભાજી સમારેલી
- 1 ½ ટીસ્પૂન લીલા મરચાં-આદુની પેસ્ટ
- 4 ટેબલસ્પૂન ઘઊંનો લોટ
- 2 ટેબલસ્પૂન બેસન
- 2 ટેબલસ્પૂન રવો
- 1/3 ટીસ્પૂન મરીનો પાવડર
- ½ ટીસ્પૂન જીરું
- ¼ ટીસ્પૂન સોડા-બાય-કાર્બ
- 3 ટેબલસ્પૂન તેલ
- 1 ટીસ્પૂન સમારેલું લસણ
- 2 ટેબલસ્પૂન ઝીણી સમારેલી ડુંગળી
- 1 ટેબલસ્પૂન લીંબુનો રસ
- 1 ½ ટેબલસ્પૂન તાજી મલાઈ
- 2 ટેબલસ્પૂન સમારેલી કોથમીર
- મીઠું સ્વાદ અનુસાર

* શણઘારવા માટે:
- 2-3 ટેબલસ્પૂન છીણેલું પનીર
- ઝીણું સમારેલુ ટમેટું

* રીત:
એક બાઉલમાં મેથી અને પાલકના પાનને મિક્સ કરો. તેમાં 1 ટેબલસ્પૂન મીઠું મિક્સ કરીને ભાજીમાંથી વધારાનુ પાણી નીચોવીને કાઢી લો. બધી જ સામગ્રીને ભાજી સાથે મિક્સ કરીને તેમાંથી પાણી સાથે નરમ કણક બાંધો. હવે તમારી હથેળી પર થોડું તેલ લગાડીને કણકમાંથી નાના મુઠિયા. ત્યાર બાદ તેના પર છીણેલુ પનીર અને સમારેલું ટમેટા સાથે ગાર્નિશ કરો. મુઠિયાને વરાળ વાળા કુકરમાં મૂકીને 15-20 મિનીટ સુધી પાકવા દો. ચાકુ ખોસીને તપાસી લો કે મુઠિયા પાકી ગયા કે નહીં.
Other for Visit on Below Link
http://www.divyabhaskar.co.in/article/REC-make-8-types-of-gujarati-special-iteam-muthiya-4365602-PHO.html?seq=6

0 comments:

Post a Comment